માધ્યમિક શૈક્ષણિક બોર્ડ, જેને GSEB તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શૈક્ષણિક બોર્ડ છે એટલે કે, ગુજરાત બોર્ડ 1972 માં અસ્તિત્વમાં આવ્યું અને તેનું મુખ્યમથક ગાંધીનગર છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 માટેની મહત્વની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જેની જાહેરાત ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર કરવામાં આવે છે. આપેલ આર્ટિકલ તમને ગુજરાત બોર્ડ ધોરણ 12 માટેની મહત્વપૂર્ણ તારીખો જાણવામાં મદદ કરશે..
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે આંતરિક મૂલ્યાંકન સંપૂર્ણ માર્ગદર્શન માટે અહીં ક્લિક કરો.
ગુજરાત બોર્ડ HSC 2023 માટેની મહત્વની તારીખો:
1. પરીક્ષા માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખ સંભવિત રીતે ઓક્ટોબર મહિનામાં આવશે.
2. પરીક્ષા માટેના અરજી ફોર્મ ભરવા માટેની તારીખ સંભવિત રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવશે.
3. ગુજરાત બોર્ડ ધોરણ 12 ની અંતિમ પરીક્ષા માર્ચ 2023 ના મહિનાથી શરૂ થશે.
4. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ (GSEB) એ ધોરણ 12 ની પરીક્ષાઓ માટે GSEB ટાઈમ ટેબલ 2023 ની સંભવિત તારીખ ફેબ્રુઆરીમાં બહાર પાડશે.
5. ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની હોલ ટિકિટ મેળવવાની સંભવિત તારીખ માર્ચ મહિનામાં આવશે.
6. GSEB HSC 2023 ના રીઝલ્ટની સંભવિત રીતે જૂન મહિનામાં શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે
7. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા અરજી ફોર્મ ભરવા માટેની જાહેરાત કરવામાં આવે છે. આ અરજી ફોર્મ ભરવા માટેની તારીખની જાહેરાત સંભવિત રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે..
ધોરણ 10 ના દરેક વિષયના જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિકકરો..
દર વર્ષે, GSEB ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે GSEB HSC પરીક્ષાનું આયોજન કરે છે. જેમાં સૌપ્રથમ પરીક્ષા માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખ GSEB દ્વારા સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેરાત કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખની જાહેરાત સંભવિત રીતે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પછી 11 પૂર્ણ કર્યું છે તેઓ GSEB 12 ધોરણમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સના રજીસ્ટ્રેશન ફોર્મ માટે અરજી કરવા પાત્ર હોય છે.
GSEB HSC 2023 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ના પડે અને તેઓ સરળતાથી અરજી ફોર્મ ભરી શકે. ઓનલાઈન નોંધણી માટેની પદ્ધતિ નીચે દર્શાવેલ છે...
ધોરણ 9 થી 12 બોર્ડની પરીક્ષા માટે આંતરિક મૂલ્યાંકન સંપૂર્ણ માર્ગદર્શન માટે અહીં ક્લિક કરો.
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સૂચનાઓ અહીં ક્લિક કરો
ધોરણ 10 ની આદર્શ ઉત્તરવહી જુઓ