મારી જન્મભૂમિ - સૂરત
સુરત – એક જમાનાનું એ ભારતનું પહેલા દરજ્જાનું શહેર – પશ્ચિમકાંઠાનુંઉત્તમ બંદર. સુરત બંદરે તાપીમાંનાં વહાણોમાં ચોરાશી બંદરોના વાવટા ઊડતા.સુરત સમૃદ્ધ હતું. એના રુઆબ અને રોનક પરદેશી પ્રવાસીઓએ મુક્તકંઠેવખાણ્યાં છે. પણ એ રોનક અને સમૃદ્ધિએ જ શિવાજીને અને અન્યને લૂંટ માટેલલચાવ્યા, તો કુદરતે પણ પોતાનો પ્રકોપ દાખવ્યો અને આગ અને પૂરમાં સુરતતારાજ થયું અનેક વાર – પણ તારાજીની કળ વળતાં જ એ પાછું પૂરા રુઆબસાથે બેઠું થયું છે. સુરત સ્વપ્નશીલો અને સહેલાણીઓનું, સુધારકો અને સંસ્કૃતિપ્રેમીઓનું નગરછે. દાંડીકૂચ સુરત શહેરમાંથી પસાર થઈ એ પહેલાં સો એક વર્ષ અગાઉસુરતના સપૂત અને ગુજરાતના અર્વાચીનોમાં આદ્ય સારસ્વત નર્મદે આ યુગનીદાંડી પીટેલી અને ગુજરાતનું ગૌરવગાન લલકારેલું :
‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત ‘ એ વીર સુધારકે વહેમ, અંધશ્રદ્ધા અને રૂઢિજડતા સામે વિદ્રોહ કરેલો – માત્રલેખો, પત્રકારત્વ કે ભાષણોથી જ નહીં પણ કર્મ અને આચરણથી. આ કવિવીર નર્મદની સ્મૃતિઓ સુરત આજેય આદરથી જાળવી રહ્યું છે – તેમનાનિવાસસ્થાન, પ્રતિમા અને ‘નર્મદ સાહિત્ય સભા‘ની પ્રવૃત્તિઓથી તથા તેવાંતમામ લખાણોની સંશોધિત પ્રવૃત્તિ ગ્રંથશ્રેણી દ્વારા. સુરત ઐતિહાસિક નગર છે. અલબત્ત, મલેક ગોપીનું નામ માત્ર ‘ગોપીપરા‘માં જઅવશિષ્ટ છે ને તેનું વિશાળ ગોપી તળાવ તો ક્યારનુંય પુરાઈ ગયું છે. કહેવાયછે કે, પ્રેમાનંદના સમયમાં જ તે ભાંગેલા તળાવના પથ્થરો કિલ્લાની દીવાલમાંવપરાતા. હવે તો માત્ર તેનું નામ જ રહ્યું છે. એ કિલ્લા ‘શહરપનાહ‘ અને‘આલમપનાહ‘ પણ વિકસતા નગરને જગા કરી આપવા જમીનદોસ્ત થઈ ગયાછે પણ હજીય જોઈ શકાય છે, ચોક બજારમાંનો કિલ્લો. સુરતનું કદાચ તેસૌથી જૂનું બાંધકામ છે. ઈ. 1540-41માં સુરતના નાઝિમ ખ્વાજા સફરસલમાનીએ તે બંધાવેલો. સુરત બંદરની ત્યારે જાહોજલાલી હતી. તાપી નદી પર ઊભેલાં દેશ-પરદેશનાંવહાણો પર ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. સુરતના નાણાવટ અને ઝવેરીબજારમાં સમૃદ્ધિની છોળો ઊછળતી.
‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત ‘ એ વીર સુધારકે વહેમ, અંધશ્રદ્ધા અને રૂઢિજડતા સામે વિદ્રોહ કરેલો – માત્રલેખો, પત્રકારત્વ કે ભાષણોથી જ નહીં પણ કર્મ અને આચરણથી. આ કવિવીર નર્મદની સ્મૃતિઓ સુરત આજેય આદરથી જાળવી રહ્યું છે – તેમનાનિવાસસ્થાન, પ્રતિમા અને ‘નર્મદ સાહિત્ય સભા‘ની પ્રવૃત્તિઓથી તથા તેવાંતમામ લખાણોની સંશોધિત પ્રવૃત્તિ ગ્રંથશ્રેણી દ્વારા. સુરત ઐતિહાસિક નગર છે. અલબત્ત, મલેક ગોપીનું નામ માત્ર ‘ગોપીપરા‘માં જઅવશિષ્ટ છે ને તેનું વિશાળ ગોપી તળાવ તો ક્યારનુંય પુરાઈ ગયું છે. કહેવાયછે કે, પ્રેમાનંદના સમયમાં જ તે ભાંગેલા તળાવના પથ્થરો કિલ્લાની દીવાલમાંવપરાતા. હવે તો માત્ર તેનું નામ જ રહ્યું છે. એ કિલ્લા ‘શહરપનાહ‘ અને‘આલમપનાહ‘ પણ વિકસતા નગરને જગા કરી આપવા જમીનદોસ્ત થઈ ગયાછે પણ હજીય જોઈ શકાય છે, ચોક બજારમાંનો કિલ્લો. સુરતનું કદાચ તેસૌથી જૂનું બાંધકામ છે. ઈ. 1540-41માં સુરતના નાઝિમ ખ્વાજા સફરસલમાનીએ તે બંધાવેલો. સુરત બંદરની ત્યારે જાહોજલાલી હતી. તાપી નદી પર ઊભેલાં દેશ-પરદેશનાંવહાણો પર ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. સુરતના નાણાવટ અને ઝવેરીબજારમાં સમૃદ્ધિની છોળો ઊછળતી.
અંગ્રેજ અમલના એક નોંધપાત્ર સ્મારક તરીકે એન્ડ્રુઝ લાઇબ્રેરી, ઈ. 1850ની18મી જૂને સુરત લિટરરી સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી અને એન્ડ્રુઝનામના નિવૃત્ત ન્યાયાધીશના નામથી 1લી જૂલાઈએ આ લાઇબ્રેરી શરૂ થયેલી.આ લાઇબ્રેરીમાં 150-300 વર્ષ જૂનાં અમૂલ્ય પુસ્તકો છે. આ ઉપરાંત લેડીકીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી પણ છે. તે વિપુલ વાંચન-સામગ્રીથી ભરપૂર છે. ચોકબજારમાં એક સંગ્રહાલય છે. મૂળ તે વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે ઓળખાતું.અત્યારે તે સરદાર સંગ્રહાલય તરીકે જાણીતું છે. ઈ. 1890ની 1લી ફેબ્રુઆરીએતે સ્થાપયેલું. અનેક બેનમૂન કલાકૃતિ ને ઐતિહાસિક સામગ્રી તેમાં સચવાયેલીછે. સંગ્રહાલયની બાજુમાં જ હવે પ્લેનેટોરિયમ પણ થયું છે. આધુનિકસ્થાનોમાં સૌથી વધુ નોંધપાત્ર રિંગ રોડ પરની ‘સુરત ટેક્સટાઇલ માર્કેટ‘. કહેવત છે : ‘સુરતનું જમણ અને કાશીનું મરણ‘. સુરતી પ્રજા ચટાકેદારખાણીપીણી માટે જાણીતું છે, પરંતુ સુરતનું આગવું આકર્ષણ છે પોંકની ઋતુમાંનદીને સામે કાંઠે શીતલ સિનેમા પાસે ઊભું થતું પોંકનગર. નવેમ્બર-ડિસેમ્બરમાંબહારગામથી આવતા હજારો શોખીનો અહીં પોંકની લિજ્જત માણે છે.શિયાળામાં સુરત જઈ પોંક અને ઊંધિયું ખાવું એ પણ એક લ્હાવો છે. અહીંનાં સંખ્યાબંધ ધર્મસ્થાનો પણ જોવા જેવાં છે. તેમાં ચિંતામણિપાર્શ્વનાથનું દેરાસર ઘણું પ્રાચીન છે. નર્મદે ‘ગુજરાત સર્વસંગ્રહ‘માં નોંધ્યું છે તેમુજબ તે પંદરમી સદીમાં બંધાયેલું છે. લાકડામાં કરેલું નકશીકામ તથા ચિત્રકામઅને સોલંકી રાજવી કુમારપાળ તથા આચાર્ય હેમચંદ્રાચાર્યની તસવીરો અહીંજોવા મળે છે. આ ઉપરાંત અઠવાલાઇન્સનું આદીશ્વર જિનાલય, નાનપુરાનુંચંદ્રપ્રભુ જિનાલય, ગોપીપુરાનું આત્મોદ્વારક જૈન મંદિર, સૈયદપુરાનું નંદીશ્વરદ્વીપ દેરાસર, દાદાસાહેબનું હરિપુરાનું અને આદીશ્વર ભગવાનનું કતારગામનુંદેરાસર પણ સુંદર છે. અંબાજીનું પ્રસિદ્ધ મંદિર તથા ઉપરી જકાતનાકા પાસેરામનાથ ઘેલાનું પ્રસિદ્ધ શિવમંદિર તથા બાલાજીનું મંદિર જાણીતાં છે, તોવૈષ્ણવમંદિર અને મહાપ્રભુજીની બેઠક તો ધાર્મિક માહાત્મ્ય તેમજઐતિહાસિક મહત્વની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. સુરતનો સ્મશાનઘાટ થોડેક જ દૂરતાપીતટે, અશ્વિનીકુમારના ઘાટે. અહીંની રસિક-આનંદી-મોજીલી પ્રજા ખુશહાલ છે. સુરતીઓના સહેલાણીઅને શોખીન સ્વભાવે એમને ‘સુરતીલાલા સહેલાણી‘નું બિરુદ અપાવ્યું છે.પહેરવે-ઓઢવે અને ખાધેપીધે શોખીન અને રંગીન સ્વભાવની અહીંની પ્રજાનીએક અનોખી તાસીર છે. તેમના વસ્ત્રાભૂષણનાં ઝાકમઝોળ અને વરઘોડા-ઉત્સવોના ઠાઠમાઠમાં તે ઉમંગી રસિકતા વ્યક્ત થાય છે, તો મીઠાઈ-ઘારી,બરફી સાથે બલકે તે કરતાં અધિક ફરસાણનો શોખ. તેથી સુરતી જમણે તેનાવૈવિધ્ય અને સ્વાદથી તેને એવી ખ્યાતિ આપી છે કે, ‘સુરતનું જમણ‘ એવીકહેવત બંધાઈ ગઈ છે. નદીના કાંપમાં પાકતાં સુંદર ફળો અને શાકભાજીએ આસ્વાદીલા સ્વભાવને અનુકૂળતા કરી આપી છે. ‘ઊધિયું‘, તીખી સેવ સાથેનોપોંક, રતાળુ-પૂરી અને ‘ભૂસું‘ એ તો સુરતના નામ સાથે જ યાદ આવી જાય.સુરત મોજીલા માણસોનું નગર છે. ‘ઉત્તરાયણનો ઉત્સવ‘ તો સુરતનો જ.બાળકોથી માંડીને વૃદ્ધો, સ્ત્રી-પુરુષો સૌ ‘કનકવો‘ (પતંગ) ચગાવવાનો આઉત્સવ ઘેલાં થઈને માણે છે. આજનાં સુરતની સૂરત છેલ્લાં વીસ વર્ષોમાં સુરતનો વિકાસ ભારતના તમામશહેરો કરતાં વધુ ગતિથી થયો છે. એક જમાનામાં સરદારોનું શહેર ગણાતુંસુરત. પ્લેગમાં દુનિયાભરમાં બદનામ થયેલું સુરત આજે ગુજરાતભરમાં બીજાનંબરનું સુંદર શહેર છે. 1970માં સુરતની વસ્તી લગભગ ત્રણ લાખ આસપાસબોલાતી હતી તે છેલ્લાં વીસ વર્ષોમાં ત્રીસ લાખને આંબી ગઈ છે. અહીં મરાઠીભાષાની હાઈસ્કૂલો છે, તેલુગુની, બંગાળીની, મલયાલમની, ઉડિયાની, તમિલનીપ્રાયમરી સ્કૂલો અને દરેક પ્રાંતના સમાજો છે. સુરતમાં ત્રણ કિલોમીટરનો ફ્લાય ઓવર બ્રિજ રીંગ રોડ ઉપર, બીજો લગભગપાંચ કિલોમીટરનો ફ્લાય ઓવર બ્રિજ સુમૂલ ડેરી રોડ ઉપર તથા અઠવાગેટઉપરના ચારે બાજુના ભરપૂર ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટેનો વિશિષ્ટ શૈલીનોફ્લાય ઓવર શોભા વધારે છે. તાપી નદી ઉપર એક જ પુલ હતો તેને બદલે અઠવા ગેટ પાસે સરદાર બ્રિજ,મક્કાઈ પુલ પાસે વિવેકાનંદ બ્રિજ, કતારગામ પાસે નેશનલ હાઈવેને જોડતોબ્રિજ, મગદલ્લા પાસે મુંબઈ-સુરત ગેસ પાઈપ લાઈનને પણ સાથે લઈ આવતોબ્રિજ, નાના વરાછા – મોટા વરાછાને જોડતો બ્રિજ, વરિયાલ-બેડને જોડતોબ્રિજ વગેરે પુલો નવા બન્યા છે. સુરત કોર્પોરેશન સંસ્કાર પ્રવૃત્તિના ભાગ રૂપે દર વર્ષે મોટો પુસ્તકમેળો યોજે છે.આ મેળો રાષ્ટ્રીય કક્ષાના મોટા પુસ્તકમેળા જેવો હોય છે અને દેશભરમાંથી300 ઉપર પ્રકાશકો તેમાં ભાગ લે છે. વરાછા રોડ ઉપર સરદાર સ્મૃતિઓડિટોરિયમ ટી.વી. પ્રસારણ કેન્દ્ર, મોબાઇલ કંપનીઓની? ઑફિસો પણશહેરમાં સ્થાયી થયેલ છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે મોટું ઇન્ડોરસ્ટેડિયમ, ક્રિકેટ માટે મોટું સ્ટેડિયમ વગેરે પણ સુરતને શોભા આપે છે. સુરતની આજુબાજુ વિકાસ પામેલા વિસ્તારો અત્યંત રમણીય છે. લગભગતમામ રસ્તાઓ ફોર લેઈન છે અને દરેકમાં ડીવાઇડરો છે. જેમાં સુંદર ફૂલછોડોતથા વૃક્ષોથી શોભા વધે છે. શહેરથી થોડે જ દૂર વૉટર પાર્ક છે, બાજુમાંઉભરાટનો સરસ દરિયાકિનારો છે. સાળો, હીરાનાં કારખાનાંઓ, આજુબાજુનાઉદ્યોગ નગરોથી શહેરના ઉદ્યોગો ધમધમે છે અને સુરતને ભારતનું ટોકિયોકહેવામાં આવે છે. સુરત તે સાર્થક કરશે તેવી આશા છે.
સૌજન્ય - ગોપાલ પટેલ