બ્લોગ બનાવવાની રીત:

MY SCHOOL
બ્લોગ બનાવવાની રીત:


  1. બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
  2. તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.

  1.  સૌ પ્રથમ http://www.blogger.com પર જાઓ.
  2. ત્યાં તમારા Gmail અને પાસવર્ડથી લોગીન કરો.
  3.  ત્યાં ભાષા પસંદ કરો.
  4. તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો. Click
  5. તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો. (તમારી સાઈટ.blogspot.કોમ)  દા.ત:http://kkksolanki.blogspot.in/
  6. બ્‍લોગનો નમુનો પસંદ કરો.
  7. તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
  8. હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો. ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. 
તો હવે વાર શેની જુઓ છો તમારો બ્‍લોગ બનાવો અને તમારું URL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. પરંતુ બ્લોગ બનાવવામાં એટલા મશગુલ ન થઇ જતા કેમારા બ્લોગ વિષે આપનો પ્રતિભાવ આપવાનું ભૂલી જવાય.

તમારા બ્લોગ પર મેનુંબાર કેવી રીતે બનાવશો?

બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.સૌપ્રથમ પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ. હવે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો. ‍ડીઝાઇન પર જઇને એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. પૃષ્ડો પર ક્લિક કરો. સાચવો પર ક્લિક કરો. હવે નમુના ડિજાઇન પર જાઓ. વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.

 તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે અપલોડ કરશો?

  આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ http://www.sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય  પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. 

જો તમે પૈસા ચૂકવીને તમારી પ્રોફેશનલ વેબસાઈટ બનાવવા ઈચ્છતા હોવ તો ચુકવો માત્ર 3૫૦૦/- અને સાથે મેળવો

  1.  ૧ વર્ષ- ડોમેઈન (તમારી સાઈટ.કોમ)
  2. ૨ ઈમેલ એકાઉન્ટ ફ્રી (તમે@તમારીસાઈટ.કોમ)
  3. ૫ જીબી મફત સ્ટોરેજ
  4. ગુજરાતી ભાષામાં તમામ સેટઅપ
  5. ૧૫ પેજ સુધી મફત એડીટીંગ ૧૫ પેજ બાદ દરેક પેજના રૂ. ૧૦૦ એકસ્ટ્રા.
  6. ૪૮ કલાકમાં અપડેટ કરી આપવામાં આવશે.

   જો તમે આ વેબસાઈટ બનાવવા ઈચ્છતા હોવ તો તમારું પૂરું નામ, ઈમેઈલ એડ્રેસ, મોબાઈલ નંબર, અને વેબસાઈટ બનાવવા પાછળનો હેતુ લખીને krupalsolanki113@gmail.com ઈમેઈલ એડ્રેસ પર મોકલી આપો. અમે તમારો સંપર્ક કરીશું કોઈપણ સમસ્યા અંગે ઉપર જણાવેલા ઈમેઈલ એડ્રેસ પર સંપર્ક કરવો પરંતુ ધ્યાન રહે આ પ્રોફેશનલ વેબસાઈટ સુવિધા http://www.chintansite.wordpress.com તરફથી આપવામાં આવતી નથી.


( Krupal નાં બ્લોગમાંથી ભાર……..)