ધોરણ 6 પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, ધોરણ 9 માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા

ધો.6 અને ધો.9 ના વિદ્યાર્થીઓ માટે 26 એપ્રિલે લેવાશે પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 
ધોરણ 6 અને ધો.9 ના વિદ્યાર્થીઓ માટે 26 એપ્રિલ 2025 લેવાશે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા..

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ની સંપૂર્ણ માહિતી

ઓનલાઇન ફોર્મ ભરવા ની તારીખ
28.3.25 થી 6.4.25  સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શહેરી, ગ્રામ્ય અને ટ્રાયેબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવાના હેતુથી યોજવામાં આવે છે.
ધોરણ 6 પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, ધોરણ 9 માધ્યમિક શિષ્યવૃત્તિ.

પરીક્ષાના આવેદનપત્રો www.sebexam.org વેબસાઈટ પર તારીખ 28 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે આ પરીક્ષા આગામી તારીખ 26 એપ્રિલના રોજ લેવામાં આવશે..

શિષ્યવૃત્તિ પરીક્ષા કોણ આપી શકશે.
આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓમાં કે ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ ધોરણ નવ માં સરકારી કે લોકલ બોડી અથવા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે..

બે પ્રકારે કસોટી લેવાશે..
1) પ્રથમ વિભાગમાં ભાષા અને સામાન્ય જ્ઞાન તેમજ
2) બીજા વિભાગમાં ગણિત અને વિજ્ઞાનની કસોટી રહેશે .
બંને વિભાગમાં 60 પ્રશ્નો હશે આમ કુલ 120 પ્રશ્નો અને 120 ગુણની કસોટી માટે 120 મિનિટ આપવામાં આવશે. પરીક્ષા માટે પરીક્ષા ફી ₹100 રહેશે..

પરીક્ષા માટે અભ્યાસક્રમ
 પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 સુધીનો માર્ચ, 2025 સુધીનો રહેશે..
 માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 9 નો માર્ચ, 2025 સુધીનો રહેશે..

પરીક્ષા માટેનું માધ્યમ
આ બંને પરીક્ષાઓ માત્ર ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે..