કેન્દ્રના કર્મચારીઓના DAમાં 4%નો વધારો

MY SCHOOL

કેન્દ્રીય કેબીનેટનો નિર્ણય: લાખો કેન્દ્ર કર્મચારીઓને હવે 46% મોંઘવારી ભથ્થુ આ માસના પગારથી જ મળી જશેનવી દિલ્હી: દેશમાં દિપાવલી અને ચુંટણી ઈફેકટ દેખાવા લાગી છે. આજે કેન્દ્રીય કેબીનેટની મળેલી બેઠકમાં કેન્દ્રના લાખો કર્મચારીઓ તથા પેન્શનરોને 4%નો મોંઘવારી ભથ્થા વધારાને મંજુરી અપાઈ છે જે તા.1 જુલાઈથી અમલી બનશે અને ચાલુ માસના 5.52 સાથે તેના એરીયર્સ સહિતનું ચુકવણી થઈ જશે તો બીજી તરફ રેલવેના કર્મચારીઓ પ્રોડકટીવીટી લીંક 78 દિવસના બોનસને પણ મંજુરી આપવામાં આવે છે જે પણ દશેરા પુર્વે ચુકવાઈ જશે તેમ માનવામાં આવે છે.

કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને દિવાળી પૂર્વે સરકારે ભેટ આપી છે. કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડીયરનેસ અલાવન્સ - DA) અને પેન્શનધારકોનાં ડીયરનેસ રિલીફ (DR)માં ચાર ટકાના વધારાને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂર કર્યો છે.

આ નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલના 42 ટકાથી વધીને 46 ટકા થશે. આ નિર્ણયથી 47 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે.

પગાર કેટલો વધશે? જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ૧૮,૦૦૦ રૂપિયા છે, તો હાલમાં તેને ૪૨% DAના આધારે ૭,૫૬૦ રૂપિયાનું માસિક ભથ્‍થું મળશે. ૪% ના વધારા સાથે, DA નો નવો દર ૪૬% થઈ જશે. આવી સ્‍થિતિમાં કર્મચારીનું માસિક ભથ્‍થું વધીને ૮,૨૮૦ રૂપિયા થઈ જશે. માસિક ધોરણે ભથ્‍થામાં ૭૨૦ રૂપિયાનો વધારો થશે.

ડીએ પર સરકારની નવી મંજૂરી ૧ જુલાઈથી લાગુ થશે. આવી સ્‍થિતિમાં, કર્મચારીઓના આગામી પગારમાં જુલાઈ, ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બર અને ઓક્‍ટોબર મહિનાના ભથ્‍થા એટલે કે કુલ ૪ મહિના ઉમેરવામાં આવશે. આ રીતે, ૧૮,૦૦૦ રૂપિયાના મૂળ પગાર સાથે કેન્‍દ્રીય કર્મચારીના ઓક્‍ટોબરના પગારમાં ૨,૮૮૦ રૂપિયાનું ભથ્‍થું આવશે

*રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય*

*ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

*તા.1 લી ઓક્ટોબર 2023 થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે

*આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે

*વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે


BIG BREAKING / ફિક્સ પેના કર્મચારીઓને મોટી દિવાળી ભેટ: ગુજરાત સરકારે પગારમાં 30% વધારો કર્યો, જુઓ કોને કેટલો મળશે પગાર


*આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે



અગાઉ કરવામાં આવેલ DA નો વધારો..
કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી 6 મહિના શાનદાર બની રહેશે. કર્મચારીઓની એપ્રેઝલ વિંડો જૂનનાં અંત સુધી ખુલ્લી છે, જેમાં તેમને સેલ્ફ એસેસમેન્ટ ભરવાનું છે. આ ઉપરાંત જુલાઇથી મોંઘવારી ભથ્થાનો હપ્તો (Dearness allowance) પણ મળવાનું શરૂ થઇ જશે. તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) નાં કુલ ત્રણ હપ્તાની  ચૂકવણી થશે.

આમાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 નાં વધારોનો પણ સમાવેશ થશે. જુના ભથ્થાને સુધારીને 1 જુલાઈ 2021 થી નવું ભથ્થું લાગુ કરવામાં આવવાનું છે. DA ઉપરાંત ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સમાં પણ વધારો કરી શકાય છે. આ સિવાય બીજી પણ ઘણી અપેક્ષાઓ છે. એક વાક્યમાં, સમજો કે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓનાં પગારમાં બમ્પર વધારો થવાનો છે.

DA કેટલા ટકા વધી શકે છે?

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 4 ટકાનો વધારો થવાની ધારણા છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 17 ટકાના દરે ડિયરનેસ એલાઉન્સ (DA વધારો) મળે છે. DAનો આ જ દર જુલાઈ 2019 થી લાગુ થશે અને તેમાં જાન્યુઆરી 2020 થી ફેરફાર થવાનો બાકી છે. એટલે કે, જાન્યુઆરી 2020, જૂન 2020 અને જાન્યુઆરી 2021 ના ​​ત્રણ હપ્તાની ચુકવણી બાકી છે. એટલે કે, ઉપરાંત 2021 માટેનું DA પણ વધવાનું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જૂન 2021 માં પણ DAમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. જોકે તેની જાહેરાત પછી કરવામાં આવશે.

શું PF અને ગ્રેચ્યુઇટી પર પણ અસર થશે?

જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ડિયરનેસ એલાઉન્સ (DA) ઉપરાંત ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સસમાં પણ વધારો કરી શકાય છે. જ્યારે, નિવૃત્તિ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીમાં વધારાની અપેક્ષા છે. જો આવું થાય છે, તો તે તેમના માટે ડબલ ખુશીથી ઓછું કંઈ નહીં હોય. જો કે કર્મચારીઓની માંગ છે, તેઓને છેલ્લા 18 મહિના એટલે કે ત્રણ હપ્તાનાં બાકીનાં એરિયરની પણ ચુકવણી થવી જોઈએ.

જો એરિયર પર સંમતી સધાશે તો બમ્પર ફાયદો થશે

કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે તેમને જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીમાં એરિયર (DA Arrear) ની પણ ચુકવણી કરવામાં આવે, પરંતુ, ઘણા મીડિયા રિપોર્ટમાં, સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર હાલમાં આ મૂડમાં નથી. કારણ એ છે કે કોરોનાને કારણે સરકારી તિજોરી પરનો બોજો ઘણો વધી ગયો છે. જો કે, આ મુદ્દે નાણાં મંત્રાલય અને કર્મચારી સંઘની એક બેઠક યોજાવાની છે, જેમાં આ સંદર્ભમાં હા અથવા ના નિર્ણય લેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બઢતી મળશે તો પગારમાં પણ વધારો થશે

કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી 6 મહિના ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે તેમને બઢતી (Promotion) મળે તેવી સંભાવના છે. સેલ્ફ એસેસમેન્ટ જૂન સુધીમાં ભરવાનું છે. આ પછી ઓફિસર રિવ્યુ થાય છે અને પછી ફાઇલ આગળ વધે છે. જે કર્મચારીઓને બઢતી મળે છે, તેમનો પગાર (Employees Salary Hike) પણ વધશે. સેલ્ફ એસેસમેન્ટનું મૂલ્યાંકન ડિસેમ્બર સુધીમાં પુરૂ થઇ જશે. કર્મચારીઓને બઢતી અને તેમના પગારમાં વધારો 7 માં પગાર પંચ (7th Pay Commission) ની ભલામણો અનુસાર થશે.