ધોરણ 12 મા ધોરણની પરીક્ષાને લઈને કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, આ મહિનામાં યોજાશે પરીક્ષા

  • 12 મા ધોરણની પરીક્ષાને લઈને કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, આ મહિનામાં યોજાશે પરીક્ષા



  • 1 જુને 12 મા ધોરણની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ શકે છે અને જુલાઈમાં પરીક્ષા લેવાઈ શકે છે તેવો નિર્ણય કેન્દ્ર સરકારની હાઈ લેવલની મીટિંગમાં લેવાયો છે.

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 
  • અખબારી યાદી 👇🏻👇🏻👇🏻


  • 12 ધોરણની પરીક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારની હાઈ લેવલ મીટિંગ
  • કેન્દ્ર સરકારે CBSE ની પરીક્ષાના આયોજન માટે બે વિકલ્પ રજૂ કર્યાં
  • 1 જૂને તારીખોની જાહેરાત થઈ શકે છે
  • કોરોના પ્રોટોકોલ હેઠળ જુલાઈમાં પરીક્ષા યોજાઈ શકે છે 
  • દિલ્હી સરકાર 12 માની પરીક્ષા ન લેવાય તેના પક્ષમાં
  • પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું વેક્સિનેનશ કરવામાં આવે
  • વેક્સિનેશન બાદ જ પરીક્ષા લેવામાં આવે 

12 મા ધોરણની પરીક્ષાને લઈને રવિવાર થયેલી હાઈ લેવલની મીટિંગમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) ની પરીક્ષાના આયોજનના નિર્ણય લેવાયો છે.

રાજ્યોમાં 12 મા ધોરણની પરીક્ષા લેવાનો નિર્ણય રાજ્ય બોર્ડ પર છોડાયો..

બીજી તરફ રાજ્યોમાં 12 મા ધોરણની પરીક્ષા લેવાનો નિર્ણય રાજ્ય બોર્ડ પર છોડાયો છે. રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ, અધિકારીઓની ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા પ્રકાશ જાવડેકર હાજર રહ્યાં હતા. 

ફક્ત 3 વિષયની પરીક્ષા લેવા પર વિચાર 
કોરોના મહામારીને કારણે સીબીએસઈ ધોરણ 12 ના મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનો વિચાર કરી રહ્યું છે. 12 મા સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના ફક્ત 3 વિષયોની પરીક્ષા લેવાનો વિચાર કરાઈ રહ્યો છે. બાકીના વિષયોમાં મુખ્ય વિષયોમાં મળેલા માર્ક્સને આધારે માર્કિંગ ફોર્મ્યુલા બની શકે છે. 

હાઈ લેવલ મીટિંગની ખાસ વાતો
1. સિસોદીયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યોની સામે બે પ્રસ્તાવ રાખ્યાં. કેટલાક પસંદગી પામેલા 19-20 મુખ્ય વિષયોની પરીક્ષા લેવા. અને તેને આધારે બાકીના વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવે.
2. 12 મા ધોરણની પરીક્ષા સ્કૂલમાં જ લેવાય.પરીક્ષનો સમય 3 કલાકને બદલે દોઢ કલાકનો રાખવો. સ્કૂલમાં  પેપરની ચકાસણી થાય. 
3. છેલ્લા 2-3 વર્ષના શૈક્ષણિક રેકોર્ડ પ્રમાણે 12 મા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તૈયાર કરવાનો દિલ્હી સરકારનો પ્રસ્તાવ છે.
4. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવે.
5. દિલ્હી સરકાર 12 મા ધોરણની પરીક્ષા કરાવવાના પક્ષમાં નથી. 
6. સ્પર્ધાત્મક પરીક્ષા નીટ, જેઈઈ લેતા પહેલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવે ત્યાર બાદ આ પરીક્ષા લેવાનો પણ દિલ્હી સરકારનો પ્રસ્તાવ છે. 

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં 12 મા ધોરણની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવાની મંજૂરી માંગી છે. સિસોદીયાએ જણાવ્યું કે જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો બાળકોને નુકશાન પહોંચાડશે તેવું કહેવાઈ રહ્યું છે. તેથી દિલ્હી સરકાર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાય તેવું ઈચ્છતી નથી. પહેલા બાળકોને વેક્સિન આપવામાં આવે ત્યાર બાદ પરીક્ષા લેવી સુરક્ષિત રહેશે.