શિક્ષકો આનંદો:તમામ ગ્રાન્ટેડ માધ્યમિક-ઉ. માધ્યમિક સ્કૂલના શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે, 70 હજાર શિક્ષકોને લાભ થશે

શિક્ષકો આનંદો:તમામ ગ્રાન્ટેડ માધ્યમિક-ઉ. માધ્યમિક સ્કૂલના શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે, 70 હજાર શિક્ષકોને લાભ થશે

રાજ્ય સરકારના નિર્ણયથી હવે ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો-કર્મચારીઓને વર્ગ-શાળા બંધ થવાથી નોકરી ગુમાવવી નહીં પડે


રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે નિર્ણય લીધો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેને પગલે નવી નિમણૂંક પામનારાને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી પડશે નહીં. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત 70 હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.

હવે પછી નિમણૂંક પામનાર નોકરી ગુમાવશે નહીંઃ શિક્ષણમંત્રી

®®વોટ્સ એપ ગ્રૂપ માં જોડાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com


>>®®વોટ્સ એપ ગ્રૂપ માં જોડાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.

 quality and performance of education.

ગુજરાતી ન્યુઝ રીપોર્ટ અહિંથી વાંચો

ઓફીસીયલ પ્રેસનોટ PDF અહિંથી ડાઉનલોડ કરો 

સરકારી સ્કૂલો સમાન જ ભરતી પ્રક્રિયા હોવાથી નિર્ણય
શિક્ષણમંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે.

શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે.


NAMO Tablet Specifications & Features:

Manufacturer: Lenovo/Acer

Android: 7.0 (Nougat)

Weight: 350 gms

Battery: 3450 mAh Li-Ion

Processor: 1.3GHz MediaTek

RAM: 1GB

ROM: 8GB (Extend Up to 64GB)

Camera: 2MP Rear 0.3MP Front

Display Size: 7 Inch

Connectivity: 3G

SIM card Option : Yes

Original Price Rs. 8000-9000

How To Apply Namo Tablet Scheme Digital Gujarat Tablet Registration👇👇👇✍️

રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ ડીજીટલ ગુજરાત અહીં ક્લિક કરો.... CLICK HERE

રજીસ્ટ્રેશન માટે વિડિયો જુઓ. ... CLICK HERE

ગુજરાતી ન્યુઝ રીપોર્ટ અહિંથી વાંચો

ઓફીસીયલ પ્રેસનોટ PDF અહિંથી ડાઉનલોડ કરો