MY SCHOOL
જીલ્લા વિષે
ગુજરાત રાજયની મઘ્યમાં આવેલ અમદાવાદ જીલ્લાનો કુલ વિસ્તાર ૬૫૮૫ = ૪૨ ચો.કિ.મી. છે. જીલ્લાનું ભૌગોલિક સ્થાન ૨૧-૬° થી ૨૩-૪° ઉત્તર અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલુ છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ જીલ્લાની કુલ વસ્તી ૭૦૫૯૦૫૬ છે. અમદાવાદ જીલ્લાનું મુખ્ય મથક અમદાવાદ શહેર છે.
જીલ્લાની પૂર્વ દિશાએ ખેડા જીલ્લો, ઉત્તર દિશાએ મહેસાણા તથા ગાંઘીનગર જીલ્લો, દક્ષિણ દિશાએ આણંદ જીલ્લો તથા ૫શ્ચિમ દિશાએ બોટાદ અને સુરેન્દ્રનગર જીલ્લો છે. જીલ્લામાં કુલ ૯ તાલુકાઓમાં ૪૭૪ વસ્તીવાળા ગામ, ૫ ગામ ઉજજડ છે. તેમજ ૧ મહાનગરપાલિકા, ૧ કેન્ટોનમેન્ટ વિસ્તાર, ૭ નગરપાલિકાઓ સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત ની વિગતો જાણવા માટે