રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. ?

Gujarat પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સિમાડા અનુક્રમે રાજસ્‍થાન તથા મધ્‍યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ છે.

રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્દભવ પામેલી સાબરમતી નદી અને હિન્‍દુ સંસ્‍કૃતિની ધરોહર ધરાવતા હડપ્‍પન અવશેષો લોથલ, રામપુર તથા અમરી વગેરે સ્‍થળોએ જોવા મળે છે.
ગિરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ-સ્‍થાપ્ત્‍યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. જેણે શક અને હુણોએ કબ્‍જે કરેલા વિસ્‍તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું.

૯મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્‍યો.

ત્‍યારબાદ સુદીર્ધકાળ સુધી મુસ્‍લિમ શાસક અહેમદ પહેલો - જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્‍વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૯માં અમદાવાદ શાસનની ધૂરા સંભાળી. ઇ.સ. ૧૫૭૦માં સમ્રાટ અકબરે મારવા અને ગુજરાત પ્રાંતની શાસન ધૂરા સંભાળી.

ઇ.સ. ૧૮૧૮ માં બ્રિટીશની ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ સૌ પ્રથમ સૂરત ખાતે તેમનો પાયો નાંખ્‍યો અને ટૂંકાગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું.
સમયાંતરે ગુજરાતનો કારોબાર વિવિધ રજવાડાંઓના હાથમાં હતો. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્‍યારથી લઇ ૧ મે, ૧૯૬૦ સુધી સૌરાષ્‍ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્ય હસ્‍તક હતો. બાદમાં મહારાષ્‍ટ્ર રાજ્યમાં મુંબઇ સમાવી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. ગુજરાતના સ્થાપના કાળથી રાજધાની અમદાવાદ બની હતી. સન ૧૯૭૦માં ગાંધીનગરનું નિર્માણ કરી રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવ

જરાત – પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સિમાડા અનુક્રમે રાજસ્‍થાન તથા મધ્‍યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ

રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્દભવ પામેલી સાબરમતી નદી અને હિન્‍દુ સંસ્‍કૃતિની ધરોહર ધરાવતા હડપ્‍પન અવશેષો લોથલ, રામપુર તથા અમરી વગેરે સ્‍થળોએ જોવા મળે છે.
ગિરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ-સ્‍થાપ્ત્‍યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. જેણે શક અને હુણોએ કબ્‍જે કરેલા વિસ્‍તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું.

૯મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્‍યો.

ત્‍યારબાદ સુદીર્ધકાળ સુધી મુસ્‍લિમ શાસક અહેમદ પહેલો - જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્‍વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૯માં અમદાવાદ શાસનની ધૂરા સંભાળી. ઇ.સ. ૧૫૭૦માં સમ્રાટ અકબરે મારવા અને ગુજરાત પ્રાંતની શાસન ધૂરા સંભાળી.

ઇ.સ. ૧૮૧૮ માં બ્રિટીશની ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ સૌ પ્રથમ સૂરત ખાતે તેમનો પાયો નાંખ્‍યો અને ટૂંકાગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું.

સમયાંતરે ગુજરાતનો કારોબાર વિવિધ રજવાડાંઓના હાથમાં હતો. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્‍યારથી લઇ ૧ મે, ૧૯૬૦ સુધી સૌરાષ્‍ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્ય હસ્‍તક હતો. બાદમાં મહારાષ્‍ટ્ર રાજ્યમાં મુંબઇ સમાવી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો.

ગુજરાતના સ્થાપના કાળથી રાજધાની અમદાવાદ બની હતી. સન ૧૯૭૦માં ગાંધીનગરનું નિર્માણ કરી રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવી.