ગુજરાતી સાહિત્ય
ગાંધી નિર્વાણ દિન :
પૂ.બાપુ ને વંદન 💐🙏🏼💐
મિત્રો,
નમસ્તે.
આજે ગાંધી નિર્વાણ દિવસ છે. સમયની રેખા લંબાતી જાય છે પરંતુ માનવતા ધર્મના નામે સંકોચાતી જાય છે.
એક સાચા રામ ભક્ત ધર્મના નામે ત્રણ ત્રણ ગોળીથી વિંધાયા. વિંધાયા. આપણે યૌગોથી એ જ કરતાં આવ્યા છીએ.
સ્વયં રામ સરિયુંમાં ડૂબ્યાં, કૃષ્ણ તીરથી વિંવાયા, મહાવીરને કાનમાં સીસું રેડ્યું, બુધ્ધ અને મહમદને સતત ભગાડ્તાં જ રહ્યાં, ઈશુને વધ સ્તંભે ચડાવ્યાં, મંસુરને કાપ્યાં, મીરાને ઝેર આપ્યું, સોક્રેટિસને ઝેર પાયું, સીતાને અગ્નિ પરીક્ષા પછી પણ જંગલમાં છોડી, દ્રૌનદીને નિર્વસ્ત્ર કરી, ગાંધીને ગોળીએ દીધા.
આપણે સત્ય તો પચાવી શક્તા નથી પરંતુ જેમણે સત્ય પચાવેલ છે, તેમની ઉપસ્થિતિ આપણા માટે પીડા બની રહે છે. તેથી આપણે સતત સત્યના પૂજારીઓને ખતમ કરતાં રહ્યાં છીએ. આપણી કદાચ એ જન્મદત્ત નબળાઈ માનીએ. પરંતુ સત્યના પૂજારીને અસત્યથી માર્યા પછી પણ આપણે સ્વસ્થ રહી શક્તા નથી.
છેલ્લા ઘણાં સમયથી નાથુરામ ગોડસેની ખોટી ક્લિપ વાયરલ થયાં કરે છે. ભોળા માણસોને આગળ પાછળના કોઈ સંદર્ભો ખબર નથી. મહાત્મા ગાંધી કરતાં ખૂની ચડિયાતો દર્શાવવાની ખૂજલી કોને આવે છે? શા માટે આવે છે? અસત્યના ખોટા પ્રચારથી ઘડી ભર અસત્ય, સત્યની ભ્રમણા ઊભી કરી શકે, પરંતુ અસત્ય, ક્યારેય ક્યારેય સત્ય ન બની શકે.
આ દેશના નાગરિક તરીકે આપણી એક પ્રાથમિક પાયાની ફરજ છે. જેને આપણે રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે અને જે આજીવન પ્રામાણિક્તાથી સત્યને અનુચરવાનો પ્રયાસ કરેલ છે. તેના જીવનને વાંચીએ, જાણીએ, મૂલવીએ, વિવેકથી જમા પાસાનો સ્વીકાર કરીએ અને એ જ વિવેકથી અસત્યનો ત્યાગ કરીએ. આજના ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે એક વિનંતી કરું છું કે, આ એક વર્ષના સમય ગાળા દરમિયાન ગુજરાતનો અને દેશનો વાંચી શકે, એવો વર્ગ, મુ. શ્રી સ્વ. નારાયણ ભાઈ દેસાઈ દ્વારા લખાયેલ અને નવજીવન દ્વારા પ્રકાશિત, ગુજરાતી ભાષાનો અને આઝાદીના ઈતિહાસના દસ્તાવેજી પૂરાવા સમા " મારું જીવન એ જ મારી વાણી"ના ચાર ભાગ વાંચીને આપણે ગૌરવાન્વિત થઈએ. ગાંધી ભલે ટાયરના ચંપલ પહેરતાં પરંતુ એ ટાયરના ચંપલમાં પોતાનો પગ નાખી શકે એવો સપૂત હજું સુધી આપણને પ્રાપ્ત થયેલ નથી. એ જ એમની મહાનતા છે.
ગાંધી નિર્વાણ દિવસે મોનિયામાંથી મહાત્મા થયેલા એ વીર શહીદને નહીં, પૃથ્વીના પનોતા પુત્રને વંદન કરીને કતજ્ઞ થઈએ.
ડૉ.શેલડિયા જૂનાગઢ.
તા. 30 -01 - 2018.